New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-226.jpg)
ભરૂચ શહેરના દાંડીયાબજાર વિસ્તારમાં દબાણો દુર કરવા ગયેલી પાલિકાની ટીમના ડ્રાયવર ઉપર લારીધારકે હુમલો કર્યો હોવાની ઘટના બનતાં પાલિકા કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
ભરૂચ શહેરમાં બે દિવસથી નગરપાલિકાએ દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં રસ્તાઓ પર ટ્રાફિકમાં નડતરરૂપ લારી તથા ગલ્લાઓ દુર કરાઇ રહયાં છે. મંગળવારે પાલિકાની ટીમ કસક ગરનાળાથી દાંડીયાબજાર વિસ્તારના રસ્તા પરથી દબાણો હટાવી રહી હતી. નડતરરૂપ લારીઓ હટાવીને તેને પાલિકાના વાહનમાં મુકવામાં આવી હતી. આ વાહન લઇને ડ્રાયવર દાંડીયાબજાર વિસ્તારમાંથી પસાર થઇ રહયો હતો તે વેળા એક લારીધારકે તેની સાથે મારામારી કરી હતી. મારામારીની ઘટના બાદ પાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ હુમલાખોર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Latest Stories