Connect Gujarat
Featured

ભરૂચ : દહેજના આરોગ્ય કેન્દ્ર પર મેડીકલ ચેકઅપ માટે શ્રમજીવીઓની કતાર

ભરૂચ : દહેજના આરોગ્ય કેન્દ્ર પર મેડીકલ ચેકઅપ માટે શ્રમજીવીઓની કતાર
X

ભરૂચ જિલ્લાની દહેજ જીઆઇડીસીમાં કામ કરતાં પરપ્રાંતિય શ્રમજીવીઓ વતનમાં જવાની તૈયારીઓ કરી રહયાં છે જેના ભાગરૂપે આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ તપાસ માટે શ્રમજીવીઓની કતાર લાગી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે વિવિધ જિલ્લાઓમાં રોજગારી અર્થે સ્થાયી થયેલા પરપ્રાંતના હજારો શ્રમિકો બેરોજગાર બનતાં તેઓની હાલત કફોડી બની રહી છે. નાણા અને અનાજ ખુટી જતાં તેઓ હવે વતનમાં પરત જઇ રહયાં છે. રાજયના દરેક જિલ્લાઓમાં વહીવટીતંત્ર દ્વારા શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. ટ્રેનમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવી શ્રમિકોને ટ્રેનમાં બેસાડવામાં આવે છે. ટ્રેનમાં મુસાફરી પહેલાં તેમનું મેડીકલ ચેકઅપ કરવામાં આવે છે.

દહેજથી વતન પરત જવા માંગતા શ્રમજીવીઓની આરોગ્ય કેન્દ્ર ખાતે કતાર લાગી હતી. આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવેલાં પ્રમાણપત્ર બાદ તેમને વતન પરત મોકલાય રહયાં છે. દહેજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજ ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોનું મેડીકલ ચેકઅપ કરાવવામાં આવી રહયું છે.

Next Story