કનેક્ટ ગુજરાત ઇમપેક્ટ: દયાદરા ગામના સરપંચ, તલાટી અને એક સદસ્ય ને ભ્રષ્ટાચારમાં કરવામાં આવ્યા સસ્પેન્ડ

New Update
કનેક્ટ ગુજરાત ઇમપેક્ટ: દયાદરા ગામના સરપંચ, તલાટી અને એક સદસ્ય ને ભ્રષ્ટાચારમાં કરવામાં આવ્યા સસ્પેન્ડ

ભરૂચ ના દયાદરા ગામમાં 14માં નાણાંપંચ માં ગેરરીતિ બાબત નો કનેક્ટ ગુજરાત માં એહવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચાર ને ખુલ્લું પાડવામાં આવ્યું હતું,અને એ બાબતે ગામનાં એક સામાજિક કાર્યકર ને સરપંચના મળતીયાઓ દવારા માર મારવામાં આવ્યો હતો,ગામનું કામ કર્યા વગર 14માં નાણાંપંચ ની ગ્રાન્ટ સરપંચ,એક સદસ્ય,અને તલાટી ના મેળા પીપણા માં 25 લાખ થી વધુ રકમ ની ઉચાપત કરવામાં આવી હતી જે બાબતે તપાસ કરતા તેઓ દોષિત સાબિત થતા આજે સરપંચ,તલાટી,અને એક પંચાયત સદસ્ય ને આજ રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને આજે ફરીવાર કનેક્ટ ગુજરાત ના એહવાલ ની અસર જોવા મળી છે.

Latest Stories