ભરૂચ: ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારની બાળાઓ માટે સમર કેમ્પનું આયોજન કરાયું
ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક કાર્યરત 'ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન' (DHEW) દ્વારા સાબુઘર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દીકરીઓ માટે બે દિવસીય સમર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર
આ સમર કેમ્પ તારીખ ૧૧/૦૫/૨૦૨૬ થી ૧૨/૦૫/૨૦૨૬ દરમિયાન સાબુઘર ઝૂંપડપટ્ટી વિસ્તાર, જે. બી. મોદી પાર્ક પાસે, યોજાયો હતો. આ કેમ્પમાં વિસ્તારની કુલ ૪૪ જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કેમ્પ દરમિયાન DHEW ટીમ દ્વારા દીકરીઓને સ્વ-રક્ષણના ભાગરૂપે ‘ગુડ ટચ-બેડ ટચ’ વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આરોગ્ય અને પોષણનું મહત્વ સમજાવી મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓ, સેન્ટરો અને હેલ્પલાઇન નંબર વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.કાર્યક્રમના અંતે સહભાગી થયેલી તમામ દીકરીઓને IEC બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું અને અલ્પાહાર કરાવી સમર કેમ્પનું સુખદ સમાપન કરવામાં આવ્યું હતું.
