Connect Gujarat
Featured

ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી - એકેડેમીયા કરાર કર્યા

ભરૂચ ડીસ્ટ્રીકટ મેને. એશો અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ, કોમર્સ એન્ડ  મેનેજમેન્ટે ઇન્ડસ્ટ્રી - એકેડેમીયા કરાર કર્યા
X

ભરૂચ જિલ્લો ઔધોગિક રીતે વિકસી રહ્યો છે ત્યારે અહીંની કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ઉદ્યોગો માટે શ્રેષ્ઠ કુશળ કર્મચારીઓ ઉપલબ્ધ થાય તેમજ નવ ઉદ્યોગ સાહસિકો માટે તકો ઉપલબ્ધ થાય તે માટે ચાર દશકાથી આંતરવૈયક્તિક કુશળતા, નેતૃત્વ તેમજ મેનેજમેન્ટને લગતી તાલીમ પૂરી પાડનાર પ્રતિષ્ઠિત સંસ્થા 'ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન' અને ભરૂચ જિલ્લા ની ગૌરવશાળી શૈક્ષણિક સંસ્થાઓ, 'નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટ' અને 'નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ' વચ્ચે તારીખ ૧૨ મે ૨૦૨૧ ના રોજ નર્મદા કોલેજ કેમ્પસમાં ઇન્ડટ્રી - એકેડેમીયા અંગે ના MOU પર બી.ડી.એમ.એ તરફથી પ્રેસિડેન્ટ હરીશ જોષી, સેક્રેટરી ડૉ. મહેશ વશી અને નર્મદા કૉલેજ ઓફ સાયન્સ & કોમર્સ ના ડિરેક્ટર આચાર્ય ડૉ. બી. એમ. રાવલ અને કોલેજ ઓફ મેનેજમેન્ટના ડિરેક્ટર ડૉ. તૃપ્તિ અલમોલાએ હસ્તાક્ષરો કર્યા હતા.

આ કરાર દ્વારા ભરૂચની ઇન્ડસ્ટ્રીઝ એ કોલેજના વિદ્યાર્થી ને ટ્રેઈન કરી શકાશે અને કોલેજ ની ટેક્નિકલ લાઈબ્રેરી ,લેબોરેટરી, અને અન્ય સુવિધાઓનો નવા સંશોધનો માટે ઉપયોગ કરી શકશે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અને ટ્રેનીંગ , રોજગારી અને સ્વ રોજગારની તકો ઉભી થઇ શકશે. ઇન્ડસ્ટ્રી-એકેડેમીયા વચ્ચેનો આ કરાર જિલ્લાના શિક્ષણ સ્તર ને ઊંચું લાવે તેમજ જિલ્લામાં કુશળ મેનેજર્સની જરૂરિયાતને પોષણ આપશે.

Next Story