ભરૂચ મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પરમાં આગ થી મચી અફરાતફરી

New Update
ભરૂચ મનુબર ચોકડી વિસ્તારમાં ડમ્પરમાં આગ થી મચી અફરાતફરી

ભરૂચની મનુબર ચોકડી ઉપરથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં એકાએક આગ લાગતા ભાગદોડ સાથે અફરાતફરી મચી જવા પામી હતી.

મનુબર ચોકડી ઉપરથી પસાર થતા એક ડમ્પરમાં એકાએક આગ ભભૂકવાની ઘટના બનવા પામી હતી. જેમાં કેબીનમાં એકાએક આગ ભભૂકતા રોડ ઉપરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ડમ્પરનું અખુ કેબીન સળગી જવા પામ્યું હતું.

આ ઘટનાની જાણ ભરૂચ ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.હાલમાં તો આ આગ વાયરીંગમાં શોટસર્કિટના કારણે લાગીહોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Latest Stories