ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલના સ્ટાફને પાલિકાના લાશ્કરોએ આપી ફાયર સેફટીની ટ્રેનીંગ

New Update
ભરૂચ : વેલ્ફેર હોસ્પિટલના સ્ટાફને પાલિકાના લાશ્કરોએ આપી ફાયર સેફટીની ટ્રેનીંગ

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ભરૂચ નગરપાલિકાના સહયોગથી ફાયર સેફટીની ટ્રેનિંગ વેલ્ફેર હોસ્પિટલ સંકુલમાં રાખવામાં આવી હતી નગરપાલિકાના ફાયર સેફટી ઓફિસર શૈલેષ સાશિયા અને તેમની ટિમ દ્વારા કુદરતી આફત અને માનવસર્જિત આફત કે અકસ્માત વખતે શુ કરવું અને કઈ રીતે પોતાનો તથા અન્ય જનતા અને મિલકતનો બચાવ કરવો તેની માહિતી આપવામાં આવી..

publive-image

અચાનક આગ લાગે ત્યારે પ્રી કોસનના ભાગ રૂપે સલામત રહી આગને અનુરૂપ ફાયર એક્સટીન્ગ્યુસર ઉપયોગ કરી આગને ઓલવવા માટે શું કરવું અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેનું નિદર્શન કરી વેલ્ફેર સ્ટાફ પાસે લાઈવ ડેમો પણ કરાવવા માં આવ્યો પુર વખતે ડૂબતા માણસને કઈ રીતે બચાવવો અને તાત્કાલિક કેવીરીતે. ઘરગથ્થુ સાધનોનો ઉપયોગ કરી શકાય તેનું પણ લાઈવ નિદર્શન કરવા માં આવ્યું..

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, એડમીન સ્ટાફ તથા અન્ય કર્મચારીઓએ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ તથા ટ્રસ્ટીમંડળ દ્વારા ટ્રેનિંગ આપવા માટે પધારેલ ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો.