New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/28172956/9-2.jpeg)
નેત્રંગ તાલુકાના મચમાડી ગામ ખાતે ખેતરના સેઢા બાબતે થયેલ તકરારમા તારીખ ૨૫ / ૦૫/ ૨૦૨૧ ના રોજ વલુસિંગ રુપસિંગ વસાવા નામના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી. આ વૃદ્ધની હત્યા કરવાના ગુનામાં ઉમલ્લા પોલીસ મથકે નવ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીઓને પકડવા માટે ઉમલ્લા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે મચામડી ગામની સીમમાં વાઘ ડુંગરી વગામાં હત્યા કરનાર ઈસમો સંતાઇને બેઠા છે.પોલીસે ઉમલ્લા પોલીસે ગોવિંદ વસાવા,જીતેન્દ્ર વસાવા,દિનેશ વસાવા અને મુકેશ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.