ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશનું નિ:શુલ્ક વિતરણ કરાયું
ઝાડેશ્વર રોડ રામવાટીકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને ૪૨ ડિગ્રી તાપમાનથી રાહત મળે તે હેતુથી ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ | સમાચાર
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઝાડેશ્વર રોડ રામવાટીકા પોલીસ ચોકી પાસે ગરમીની સિઝનમાં રાહદારીઓને ૪૨ ડિગ્રી તાપમાનથી રાહત મળે તે હેતુથી ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન કલ્પના દરજી અને ટ્રસ્ટના સભ્યોના સહયોગથી ઠંડી છાશનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું. જેનો લાભ રાહદારીઓએ લીધો હતો.આ સેવા કાર્યાના સહયોગ માટે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, ઉપપ્રમુખ શીલાબેન પટેલ, ભાવનાબેન વ્યાસ, છાયાબેન, કુસુમબેન, વિદ્યાબેન, રજનીબેન, જ્યોતિબેન, મીનાબેન અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના કોર્ડીનેટર બીનીતાબેન પ્રજાપતિ અને સોશિયલ મીડિયા કોડીનેટર ભાવિકાબેન ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
