ભરૂચ: ગાંધી બજારના વેપારીઓ અને રાહદારીઓ ઉભરતી ગટર અને ખખડજ માર્ગના કારણે ત્રાહિમામ

New Update
ભરૂચ: ગાંધી બજારના વેપારીઓ અને રાહદારીઓ ઉભરતી ગટર અને ખખડજ માર્ગના કારણે ત્રાહિમામ

ભરૂચ નગરપાલિકાની પ્રિમોંન્સુન કામગીરી સદંતર નિષ્ફળ નિવડવાના આક્ષેપો સાથે ભરૂચ ગાંધી બજારના વેપારી સહિત રાહદારીઓ ઉભરાતી ગટર અને ખખડધજ માર્ગના કારણે ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

વેપારીઓના કહેવા મુજબ ભરૂચના ફાટાતળાવથી ચાર સસ્તા,ગાંધીબજાર વિસ્તારમાં ચાલિ વર્ષે બે થી ત્રણ વાર ભારે વરસાદી ઝાપટાં પડતા રસ્તાઓનું ઘોવાણ થઈ ગયું છે. ગત વર્ષે પાલિકા દ્વારા જે અંન્ડર ગ્રાઉન્ડ ગટર લાઇન માટે પાઇપ નાંખવામાં આવ્યા હતા.જેના ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન કરી પાલિકાના જે તે કોન્ટ્રાકટર દ્વારા માત્ર માટી પુરાણ કરી દેવાતા વરસાદના પગલે અહીં કાદવ કિચડ થવા સાથે આખા રસ્તાઓ ઉપર ખાડા પડી જવા પામ્યા છે.એવામાં પાલિકા દ્વારા ગટરોની સફાઇ પણ ન કરાતા ગટરોના પાણી પણ ઉભરાવાથી અહીંના વેપારીઓની તેમજ ખરીદી માટે આવનાર ગ્રાહક,રાહદારી સહિતનાઓની સ્થિતી કફોડી બનવા પામી છે.

આ સમસ્યા અંગે પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પણ પાલિકા સત્તાધિશો દ્વારા માત્ર આશ્વાશન જ અપાય છે પરંતુ આ સમસ્યાનું કોઇ નક્કર પગલા ભરી કાયમી સમાધાન કરવામાં આવતું નથી.ગત વર્ષે જ પાલિકા પ્રમુખે રજૂઆત કરતા આશ્વાશન આપેલ કે તમારા વિસ્તારનો રોડ મંજૂર થઈ ગયો છે. છતાં આજદિન સુધી આ વિસ્તારો રોડની મરામત કે રોડ બનવાથી વંચિત રખાયા છે.અહીં વેપારી વર્ગ છે,બજાર પણ મોટું છે.પરંતુ ગંદકી અને ખાડાઓને લીધે કોઇ ગ્રાહક આવવા તૈયાર નથી.જેથી વેપાર ધંધાઓ પડી ભાંગ્યા છે. હવે તો અહીંના સ્થાનિક રહીશોએ પણ કંટાળીને પોતાના પરિવારના સ્વાસ્થયની ચિંતા કરી સ્થાળાંતર કરવા લાગ્યા છે. જો પરિસ્થીતી આમ જ રહી તો ગાંધી બજાર છે ની જગ્યાએ હતું જેવી સ્થીતિ નીર્માણ થશે. સાથે સાથે જો આ વિસ્તારમાં જેસીબીથી તત્કાલ ગટરોની સફાઇ કરી રોડની મરામત નહીં કરાય તો રોગચાળો કે મોટી જાનહાની થવાની પણ સંભાવનાઓ છે. માટે સ્થાનિકો તેમજ વેપારીઓ દ્વારા પાલિકાને તત્કાલ રસ્તાની મરામત, સફાઇ કરાવવાનીં માંગ કરવામાં આવી હતી. સ્થાનિકો સહિત વેપારીઓએ જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ નહીં લવાય તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Latest Stories