/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/IMG_8768.jpg)
ભરૂચ GNFC દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ દરમીયાન અમલમાં મુકવામાં આવેલ સંશોધન લક્ષી પ્રવૃતિઓ બદલ ફર્ટીલાઇઝર્સ એસોસીયેશન ઓફ ઇન્ડીયા નવી દિલ્હી તરફથી બેસ્ટ ટેકનીકલ ઇનોવેશન એવોર્ડ ગત તા. ૫/૧૨/૨૦૧૮ના રોજ અર્પણ કરવામાં આવ્યો હતો.આ એવોર્ડ FAI નાં વાર્ષિક સેમીનાર-૨૦૧૮ દરમિયાન કેમીઈકલ્સ અને ફર્ટિલાઇઝર મંત્રી દી.વી. સદાનંદ ગૌડાના વરદ હસ્તે રાજ્ય કક્ષાના મંત્રી રાવ ઇન્દ્રજીત સિંઘની ઉપસ્થિતિમાં GNFCની સંશોધનલક્ષી ક્ષમતા પ્રસ્થાપિત થયેલ જેનાથી GNFCનાં એમોનિયમ નાઈટ્રોફોસ્ફેટ (ANP) પ્લાન્ટના ડાઉન ટાઈમમાં ઘટાડો થયો છે અને પ્લાન્ટ સંચાલન ક્ષમતામાં વધારો થયો છે. આ યોજનાના અમલીકરણથી ODDAપ્રક્રિયા ધરાવતા ANP પ્લાન્ટમાં CN કન્વર્ઝન સેકશનમાં યોગ્ય કોએગ્યુલન્ટના એડીશનથીપ્રોસેસ ફ્લુડ માંથી સોલ્યુબલ સીલીકા દુર કરવાની પ્રક્રિયા સફળ પ્લાન્ટ સંચાલન માટે ચાવીરૂપ પુરવાર થયેલ છે.
આ સુધારાત્મક પ્રક્રિયા માત્ર રૂપિયા પાંચ લાખના ખર્ચે થયેલ છે. જેનાથી કંપનીને ૩.૬૦ કરોડ જેટલી બચતનો લાભ થશે.આ ઉપરાંત એમ્પ્લુઅન્ટસમાં વહી જતા ન્યુટ્રીઅન્ટની પુન: પ્રાપ્તિ દ્વારા બચત, નાઈટ્રીક એસીડ અને કોસ્ટીકનાં વપરાશમાં ઘટાડો, બેલ્ટ ફીલ્ટરના મેન્ટેનન્સ ખર્ચ માં ઘટાડો અને લાઈમ ફિલટ્રેશનની સંચાલન સમસ્યામાં ઘટાડો વિગેરે રૂપમાં વિશેષ લાભ થયેલ છે.
ઇલ્લેખનીય છે કે, GNFCને આ અગાઉ વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન FIA તરફથી બેસ્ટ પ્રોડક્શન પેર્ફોર્મન્સ ઇન કોમ્પ્લેક્ષ ફર્ટીલાઈઝર્સનું પારિતોષિક પણ પ્રાપ્ત થયેલ છે.