ચૂંટણી નિરીક્ષક તરીકે IAS બી.ડી.ડાવેરાની નિમણુંક

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ ને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરાવવા માટે ભરૂચ જિલ્લાના વિવિધ મત વિભાગો માટે ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) ની નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા  બી.ડી. ડાવેરા (IAS) ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) ની ભરૂચ જિલ્લા માટે ઓબ્ઝર્વર તરીકે વરણી કરવામાં આવી છે.જેઓ ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓના મત વિભાગોની ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે.