New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/WhatsApp-Image-2019-05-23-at-7.09.48-PM.jpeg)
ભરૂચના ઝાડેશ્વર ગામે સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ અંબાલાલ પાર્ક સોસાયટીમાં સોસાયટીના રહીશ અને મુખ્યદાતા નરેશભાઇ શામળદાસ પટેલ તથા સોસાયટીનાં સભ્યોના સહયોગથી સોસાયટીના કોમન પ્લોટમાં કેદારનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
તા.૨૧ થી ૨૩/૦૫/૧૯ સુધી યોજાયેલા આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પધારેલા ભક્તોને માટે ભોજની(પ્રસાદી)ની વ્યવસ્થા સોસાયટી તરફથી રાખવામાં આવી હતી.અને ૨૩મીના રોજ ભગવાન કેદારનાથની મૂર્તીની પ્રાણપ્રતિષ્ઠા સાથે કાર્યક્રમ સંપન્ન કરાયો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.