ભરૂચ : ઝઘડીયાના દધેડા ગામે બહેનના ચારિત્ર પર શંકા જતા સગા ભાઈએ જ કાઢયું હતું કાસળ

New Update
ભરૂચ : ઝઘડીયાના દધેડા ગામે બહેનના ચારિત્ર પર શંકા જતા સગા ભાઈએ જ કાઢયું હતું કાસળ

ભરૂચ જિલ્લામાં ઝઘડીયા તાલુકાના દધેડા ગામે એક યુવતીનો વિકૃત અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. બહેનના ચારિત્ર પર શંકા રાખી સગા ભાઈએ જ તેનું કાસળ કાઢી નાખ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો બહાર આવ્યો હતો.

ઝઘડિયા તાલુકાના દધેડા ગામની સીમા 6 દિવસ પહેલા એક યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. મૃતક યુવતીના ચારિત્ર્ય પર શંકા જતા તેના સગા ભાઈ રાજપાલ જ તેણીને ગળા ભાગમાં ચપ્પુ મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ મૃતદેહની ઓળખ માટે પોલીસે વિવિધ પાસાઓ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

સમગ્ર પોલીસ તાપસમાં દધેડા ગામે રહેતા રાજપાલ નામના યુવકનું નામ બહાર આવ્યું હતું. જેની સઘન પૂછપરછ કરતા પોલીસ સામે તે તૂટી પડ્યો હતો. ત્યાર બાદ તેણે ખુલાસો કર્યો હતો કે તેની બહેનનું ચારિત્ર બરાબર ન હોવાથી તેના માતા-પિતા પણ તેનાથી કંટાળી ગયા હતા. તેથી તેણીને સુરત ખાતે રહેતા તેના ભાઈ મનોજ પાસે મૂકી ગયા હતા. તેમ છતાં તે પોતાનો સ્વભાવમાં બદલાવ નહિ લાવતા તેને સુરતથી પરત બાઈક પર બેસાડી લઈ આવ્યા બાદ તેના ગળાના ભાગમાં બે વાર ચપ્પુના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી હતી.

પોલીસ સમક્ષ કબૂલાતમાં પરિવારજનોને ઘટનાથી વાકેફ કરતા બનાવને પગલે મૃતકની ભાભી અંજુ મનોજ પાલની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી રાજપાલને બહેનના હત્યાના આરોપસર ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories