Connect Gujarat
Featured

ભરૂચ : જંબુસરના ધારાસભ્યને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શુંછે સમગ્ર મામલો..

ભરૂચ : જંબુસરના ધારાસભ્યને ફોન પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો શુંછે સમગ્ર મામલો..
X

ભરૂચ જિલ્લાના જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને કોઈક અજાણ્યા

ઈસમ દ્વારા મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલે સંજયસિંહ સોલંકીએ જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, ગત તા. 9 માર્ચના રોજ જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકી કારમાં બેસી પોતાના ઘર તરફ જઇ રહ્યા હતાં, તે દરમ્યાન રાત્રે લગભગ 9:26 કલાકે તેમના મોબાઇલ પર વિદેશના કોઈક નંબરથી અજાણ્યા ઈસમ દ્વારા કોલ આવ્યો હતો, ત્યારે કોલ રિસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી, રાજ્યમાં ગમે ત્યાં જશે તો તને ઉડાવી દઇશું તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત ફોન કરનાર અજાણ્યા ઇસમે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિષે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા.

જેમાં સમગ્ર મામલે સંજયસિંહ સોલંકીએ જંબુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સંજયસિંહ સોલંકીને જે નંબર પરથી કોલ આવ્યો હતો, તે મોબાઇલ નંબર દક્ષિણ આફ્રિકાનો હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ ટંકારીની શાળા બહારની ગંદકી સંદર્ભે થયેલી અરજીના મામલે ધમકી મળી હોવાની પોલીસ સમક્ષ શંકા વ્યકત કરી છે.

Next Story