/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/upanayam-1456636421.jpg)
ભરૂચ સ્થિત નર્મદા નદીનાં કાંઠે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી 19 ફેબ્રુઆરીનાં રોજ સામૂહિક ઉપનયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સમાજનાં આ સંસ્કાર લેવા માંગતા લોકોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેના માટે ઉત્તમભાઈ પટેલ(9429035800) અને મુક્તાનંદ સ્વામી(9714834115)નો સંપર્ક કરી શકાશે.
હિન્દુ સમાજના સોળ સંસ્કારો પૈકી એક સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર જેને યજ્ઞોપવિત તથા દ્વિજ સંસ્કાર પણ કહેવામાં આવે છે. પ્રત્યેક હિન્દુઓએ આ સંસ્કારને ધારણ કરવો તે અનિવાર્ય પણ છે. હિન્દુ સમાજમાં એકતા સમાનતા અને સમરસતા સંસ્કારો સહિત કેળવાય તે ઉદ્દેશથી સમસ્ત જાતિઓનો સામૂહિક ઉપનયન સંસ્કારનું આયોજન સામાજિક સમરસતા મંચ. ભરુચ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હિન્દુ સમાજ ના પ્રત્યેક વ્યક્તિ અને જાતિગત સમાજ આ સંસ્કાર ને પોતાના જીવનમાં ધારણ કરવા નો લાભ લે અને અન્યને પણ લાભ લેવા માટે પ્રેરિત કરે છે. જેના માટે નોંધણી કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.