Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ કાશ્મિરી ગુલાબની માંગ વધતાં દેશી ગુલાબનાં વેચાણ ઉપર પડ્યો ફટકો

ભરૂચઃ કાશ્મિરી ગુલાબની માંગ વધતાં દેશી ગુલાબનાં વેચાણ ઉપર પડ્યો ફટકો
X

ગત વર્ષ કરતાં આ વર્ષે ફૂલોનાં ભાવ અડધા હોવા છતાં હજી ખરીદી ઉપડી નથી.

ભરૂચ શહેરનો કસક ગરનાળાની ઉપરનો વિસ્તાર જ્યાં સવારનાં સમયે લોકોની ભીડ જામતી હોય છે. આ ભરૂચનું એક જાણીતું ફુલ બજાર છે. જ્યાં વહેલી સવારથી જ ફૂલનાં વેપારીઓ અહીં ધંધો જમાવતા હોવાથી લોકો વર્ષોથી અહીં ફૂલોની ખરીદી કરવા માટે આવે છે. ત્યારે હાલ આ ફુલબજારમાં પણ મંદિનો માહોલ વર્તાય રહ્યો છે. દિવાળી તહેવારને લઈને ફૂલનાં વેપારીઓએ સ્ટોક કરી રાખ્યો છે. તો સાથે નવા વર્ષનાં દિવસે ફૂલોનાં વેચાણ માટે ઓર્ડર પણ આપી દિધા છે.

સામાન્ય રીતે તહેવારોમાં ભારતીય પરંપરામાં ફૂલોનું પણ અનેરૂં મહત્વ રહેલું છે. ત્યારે દિવાળી હોય સ્વાભાવિક રીતે જ ફુલોની માંગ રહેતી હોય છે. ભરૂચમાં ફૂલ બજારમાં ધંધો કરતા વેપારીઓ સાથે આ અંગે પૂછપરછ કરતાં તેમનું કહેવું છે કે હાલ ફૂલબજારમાં પણ મંદિનો માહોલ જોવા મળી રહ્યો છે. જોઈએ તેટલાં પ્રમાણમાં ફૂલોની ખરીદી થતી નથી. અને આખરે ફૂલોનો જથ્થો ખરાબ થઈ જતાં ફેંકી દેવાની નોબત આે છે. બીજી તરફ ગત વર્ષની સરખામણીએ ફૂલોનાં ભાવ 50 ટકા થઈ ગયા હોવા છતાં હજી ફૂલોની ખરીદી થતી નથી. પરંતુ તહેવારમાં ખરીદી ઉપડશે તે આશાએ ફૂલોનો સ્ટોક કરીને વેપારીઓ ખરીદીની રાહ જોઈને બેઠા છે.

લાલાભાઈ ફુલવાલા જેઓ છેલ્લા 17 વર્ષથી ફૂલનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને કસક ગરનાળા વિસ્તારમાં ફૂલોનો ધંધો કરે છે. તેમનું કહેવું છે કે, ગયા વર્ષે જે ગોટાનો ભાવ કિલોનાં 150 રૂપિયા હતો તે આ વર્ષે 70-80 રૂપિયે કિલો વેચાય છે. છતાં હજી જોઈએ તેટલાં પ્રમાણમાં ફૂલોનું વેચાણ નથી થઈ રહ્યું. આવું છેલ્લા બે-ત્રણ વર્ષથી જ થાય છે. જોકે હજી દિવાળી તહેવારની શરૂઆત જ થઈ છે એટલે ફૂલોનું વેચાણ વધે તેવી આશા છે.

દિનેશભાઈ સોની જેઓ પણ 10 વર્ષથી ફૂલ માળીનો ધંધો કરે છે. તેમનું કહેવું છે કે, ગત વર્ષે ગૂલાબનાં ફૂલનો કિલોનો ભાવ 150 રૂપિયા હતો. આ વર્ષે એ જ ફૂલ 60-70 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. હવે કાશ્મિરી ગુલાબની આવક વધી જતાં દેશી ગુલાબનું વેચાણ ઘટ્યું છે. ફૂલોનાં ધંધામાં હાલ મંદિનો જ માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story