Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નિકોરા સાધના કુટીર મંડળીમાં પણ બહાર આવ્યું ખાતર કૌભાંડ

ભરૂચ: નિકોરા સાધના કુટીર મંડળીમાં પણ બહાર આવ્યું ખાતર કૌભાંડ
X

  • ખાતરની બેગમાં ૩૫૦ થી ૪૫૦ ગ્રામ જેટલું ઓછું વજન નીકળ્યું
  • ખેતીવાડી નિયામક વિભાગના અધિકારી વિજય સોલંકી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર અનેક કૌભાંડો બહાર આવ્યા બાદ તાજેતરમાં ખાતર કૌભાંડ બહાર આવ્યા છે. જેમાં લખેલા વજન કરતા ખાતરની બેગનું ઓછું વજન નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાવા પામ્યો છે. સરકાર માન્ય ખાતર પૂરું પાડતી જી.એસ.એફ.સી કંપનીની સરદાર બ્રાન્ડ ખાતરની થેલીઓમાં ઓછો પુરવઠો ભરવામાં આવતો હોવાની બૂમો ઉઠી છે.જેના પગલે જિલ્લા ખેતીવાડી નિયામક વિજય સોલંકી તથા તેમની ટિમ દ્વારા નિકોરા ખાતેની મંડળીમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. અન્ય સ્થાનોની જેમ ભરૂચના નિકોરામાં પણ નિકોરા સાધના કુટીર સહકારી મંડળી ખાતે જી.એસ.એફ.સીના સરદાર ડી.એપી.ખાતરની બેગનું વજન ડિજિટલ વજન કાંટા પર કરવામાં આવતા દરેક બેગ માં ૩૫૦ થી ૪૫૦ ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું.

આ અંગે વાતચીત દરમિયાન ખેડૂત દેવાનંદ ચંદુભાઇ પટેલે જણાવ્યું કે અમે લીધેલ ખાતરમાં સરદાર ડી.એપીની બેગમાં પ્રતિબેગ ૨૫૦ થી ૪૫૦ ગ્રામ જેટલું વજન ઓછું આવે છે. જે અમે સરકારના ભરોશે ખરીદ્યું હતું.પણ દરેક બેગમાં ૪૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલું ખાતર ઓછું નીકળતા અમને ખોટ ગઈ છે.

ખાતર ઓછું નીકળવા મુદ્દે નિકોરા સાધના કુટીર સહકારી મંડળીના માજી ચેરમેન કિરણકુમાર નવનીતભાઇ પટેલે જણાવ્યું કે, ગઈ કાલે ટીવી ઉપર સમાચાર માદ્યમો થકી જાણવ મળ્યું કે સરદાર ડી.એપી.ની બેગમાં લખેલ વજન કરતા ૫૦૦ થી ૭૦૦ ગ્રામ ઓછું વજન નીકળે છે.જેથી હું તાત્કાલિક મંડળી ઉપર આવી સેક્રેટરી મારફતે સહકારી મંડળીમાં રહેલ સરદાર ડી.એપી.ની બેગોનું વજન કરાવતા માલમ પડ્યું કે ખરેખર સરદાર ડી.એપી.ની બેગોમાં વજન ઓછું છે.જેથી સરદાર કંપની અને સરકારે ખેડૂતો સાથે બહુ મોટો વિશ્વાસધાત કર્યો છે.સરદાર કંપની એક બ્રાન્ડ નેમ છે અને સભાસદ મિત્રો સરદાર બ્રાન્ડ જ લેવાનો આગ્રહ રાખે છે. હું ખાતો નથી અને ખાવા દેતો નથી ની સરકારની અંદર ઓગષ્ટ મહિનાથી આ કૌભાંદ ચાલતું હશે. કરોડો રૂપિયાનું આ કૌભાંડ છે જેને વહેલી તકે સરકાર બહાર લાવે અને તેના માટે જવાબદાર જે તે વ્યક્તીની સામે પગલા ભરે એવી ખેડૂત આગેવાનો અને ખેડૂતોની માંગ છે.સાથે સાથે સરકાર દરેક ખેડૂતને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી હતી.

બીજી તરફ ખેતીવાડી નિયામક વિભાગના અધિકારી વિજય સોલંકી દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં નિકોરા સાધના કુટીર સહકારી મંડળી ખાતે જી.એસ.એફ.સીના સરદાર ડી.એપી.ખાતરના સ્ટોકની ખરાઇ કરતા પ્રતિ બેગ ૫૦.૧૨૦ ગ્રામની હોવી જોઈએ તેની જગ્યાએ ખાતર ૩૫૦ થી ૪૫૦ ગ્રામ જેટલું ઓછુ વજન નીકળ્યું છે. જિલ્લામાં આવેલ ૨૦૦ ટન જેટલા ખાતરના વેચાણ પર પ્રતિબંધ મૂકી વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં ખેતીવાડી નિયામક દ્વારા જી.એસ.એફ.સી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.ઉપરાંત ખેતીવાડી વિભાગની ટીમે અન્ય મંડળીઓમાં પણ ચેકીંગ કરવાની કવાયત હાથ ધરી છે.હાલ પુરતી તાત્કાલિક અસરથી સ્ટોપ બીલની કામગીરી શરૂ કરી છે અને જે ગુનેગાર હશે તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે.

Next Story