ભરૂચ : ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

New Update
ભરૂચ : ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓને સદંતર બન્ધ કરવા પ્રોહીબિશન અંગેની ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ. પી.એન.પટેલ તથા પો.સ.ઇ. કે.જે.ધદૂકના માર્ગદર્શન મુજબ જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી ગેરકાયદેસર રીતે દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચનાના આધારે પો.સ.ઇ. એ.એસ ચૌહાણ તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી તેમજ પોલીસ સ્ટાફના માણસો ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન મળેલ બાતમીના આધારે એક ઇસમ નામે દિપક વિનોદચંદ્ર પટેલ રહે; લક્ષ્મીનારાયણ ફળિયું, ઝાડેશ્વર ગામ, ભરૂચ કે જેઓ સમૃદ્ધિ બંગ્લોઝ સોસાયટીના ગેટ પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની હકીકતના આધારે તે ઈસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડેલ અને આ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તુષાર શાંતિલાલ પટેલ રહે; સમૃદ્ધિ સોસાયટી, ભરૂચ પાસેથી ખરીદ કરતો હોવાનું જણાવ્યું હતું.

જે હકીકતના આધારે સમૃદ્ધિ બંગલો સોસાયટી વાળું મકાન તપાસ કરતાં તે ઘરમાંથી બાકીનો મુદ્દામાલ મળી આવતા તે જપ્ત કરવામાં આવેલ છે. આમ કુલ મળી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની નાની બોટલ નંગ ૯૬ કિંમત રૂપિયા ૮૭,૫૩૦/-, એક વોક્સ્વેગન પોલો કાર કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦/-, એક નંગ મોબાઈલ કિંમત રૂપિયા ૩,૦૦૦/- તેમજ અંગ જડતીમાંથી રૂપિયા ૩,૦૬૦/- મળી કુલ કિંમત રૂપિયા ૫,૯૩,૫૯૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories