-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
લિટલ ફલાવર સ્કૂલ દ્વારા આયોજન
-
વાર્ષિકોત્સવની કરવામાં આવી ઉજવણી
-
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર લીધો ભાગ
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરૂચની લીટલ ફ્લાવર સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પટેલ વેલ્ફર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કૌશલ્ય અને પ્રતિભાનું અદભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સૌકત સૈયદ, સિરાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, વેલ્ફર હોસ્પિટલના પ્રેસિડન્ટ ખાલિદ ફાંસીવાલા, પ્રિન્સિપાલ કસીસ સૈયદ સહિત શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
