/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/16182932/maxresdefault-206.jpg)
ભરૂચના સેવાશ્રમ રોડ ઉપરથી પસાર થતી લકઝુરીયસ કારને અટકાવી પોલીસે બે દેશી બનાવટના તમંચા અને 29 જીવતા કારતુસ સાથે હાલ ઝાડેશ્વર ખાતે રહેતાં અને મુળ ઉત્તરપ્રદેશના યુવાનની ધરપકડ કરી છે.
ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલાં નરનારાયણ એપાર્ટમેન્ટશ્રીજી સદનમાં રહેતો અને મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી રાહુલસિંહ ખંડેલવાલા તેની હુન્ડાઇ વરના કારમાં હથિયારો સાથે ફરી રહયો છે. બાતમી મળતાંની સાથે એલસીબીની ટીમ એકશનમાં આવી ગઇ હતી અને સેવાશ્રમ રોડ પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબની કાર રોડની સાઈડ ઉપર ઉભી હતી અને ડ્રાઈવર સાઈડના દરવાજા પાસે ઉભેલ વ્યક્તિને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.કારની તલાશી લેવામાં આવતાં પાછળની સીટ પાસે ભુરા રંગની બેગમાંથી બે દેશી બનાવટના તમંચા અને 29 જીવતાં કારતુસ મળી આવ્યાં હતાં. પોલીસે કુલ 5.56 લાખના મુદ્દામાલ સાથે રાહુલસિંહ ખંડેલવાલની ધરપકડ કરી છે. આરોપી રાહુલસિંહ ખંડેલવાલા હથિયારો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પગેરું મેળવવા માટે રિમાન્ડની તજવીજ હાથધરી છે. આરોપી રાહુલસિંહ ખંડેલવાલા ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે