/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/14160701/WhatsApp-Image-2020-10-14-at-3.50.55-PM.jpeg)
નમૅદા ડેમનું પાણી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ સુધી પહોંચ્યું અનેે તાપી ડેમનું ડેડીયાપાડા, સાગબારા અને ઉમરપાડા તાલુકામાં કરોડો રૂપિયાના ખચૅ પહોંચાડ્યું, પરંતુ કમનસીબે બંને ડેમના પાણીના સાચા હકદાર ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ધરતીપુત્રોને આજદિન સુધી પાણીનું એકટીપું મળ્યું નથી, ત્યારે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ખચૅ કરજણ-વાડી સુધીની પાઇપલાઇન યોજના બનાવી અને તેની મંજુરી આપતા કામગીરી ચાલુ થઇ ગયું હતી. પરંતુ જવાબદાર લોકોની નિષ્કાળજીના અને ખેડૂતોને વળતર ચુકવણીની બાબતે કામગીરીમાં વિલંબ પડ્યો હતા, આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ ઉચ્ચસ્તરે રજુઆતો પણ કરી હતી. જેમાં સાંસદે નેત્રંગ તાલુકાના અને નાંદોદ તાલુકાના ગામોના ખેડૂત આગેવાનો સાથે અગત્યની બેઠક યોજી હતી, આ યોજનાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે સહયોગ આપવો, જે પણ ખેડૂતોનું જમીન બાબતનું વળતર બાકી હશે. તેવા તમામ ખેડુતોને સરકારના ધારાધોરણ મુજબ યોગ્ય વળતર મળશે, પાઇપલાઇન યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરી નેત્રંગ-વાલીયા-નાંદોદ તાલુકાના ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે તેવું જણાવ્યું હતું
કરજણ ઈરીગેશન વિભાગના ડેપ્યુટી ઇજનેર મહેતા, વંદન વસાવા ગામોના સરપંચ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.