સતત વાહનોથી ધમધમતા વિસ્તાર એવા ભરૂચના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ઇન્દિરાનગર ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી વહેલી સવારે મોંઘાદાટ મોબાઈલની તસ્કરી થઈ છે. અજાણ્યા મોબાઈલ ચોરોએ ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી 11 જેટલા મોબાઈલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, સવારે ઊંઘમાંથી ઊઠીને જોતા જ ઘરમાં મોબાઇલ ગુમ હોવાનું ફલિત થતા લોકોએ આસપાસમાં એકબીજાને પૂછતા અન્ય ઘણા મકાનોમાંથી મોબાઇલ ગુમ થયા હોવાની બૂમો ઊઠી હતી. જે લોકોએ મોબાઈલ ગુમાવ્યા છે, તેવા લોકો મોબાઇલના બિલ સાથે એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા, જ્યાં પોલીસે મોબાઈલ ચોરી થયા હોવાની અરજી લીધી હતી, ત્યારે હાલ તો મોબાઈલ ગુમાવેલા લોકો પોતાના મોબાઈલ વહેલી તકે મળે તેવી આશા સેવીને બેઠા છે.
ભરૂચ : ઇન્દિરાનગર ઝુપડપટ્ટીમાંથી 11થી વધુ મોબાઈલની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી…
અજાણ્યા મોબાઈલ ચોરોએ ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી 11 જેટલા મોબાઈલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે
