ભરૂચ : નર્મદા નદીની સપાટી 21.25 ફૂટ : કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

New Update
ભરૂચ : નર્મદા નદીની સપાટી 21.25 ફૂટ : કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાં

મધ્યપ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદના પગલે ત્યાં નર્મદા નદી પર આવેલા તમામ ડેમ છલકાઇ ઉઠયાં છે. મધ્યપ્રદેશમાં આવેલા તવા સહિતના ડેમોમાંથી છોડાઇ રહેલાં પાણીના પગલે કેવડીયા ખાતે આવેલો નર્મદા ડેમ 133.70 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે 15 દરવાજા ખોલી 3.70 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નદીની સપાટી ફરીથી 21.25 ફૂટે પહોંચી છે.

ચાલુ વર્ષે ચોમાસામાં નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. મધ્યપ્રદેશમાં આવેલાં ડેમો છલકાઇ ઉઠતાં સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ રહી છે. કેવડીયા ખાતે આવેલો નર્મદા ડેમ 133.70 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. હાલ નર્મદા ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 3.70 લાખ કયુસેક પાણી છોડાઇ રહયું છે. ડેમમાંથી આવી રહેલા પાણીના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 21.25 ફૂટ પર પહોંચી છે. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ છે. નદીના વધી રહેલા જળસ્તરના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોએ સાબદા રહેવા સુચના આપવામાં આવી છે.

Latest Stories