ભરૂચ : શહેરના માર્ગો પર જોવા મળ્યાં “ગાંધીજી”, વાહનચાલકોને હેલમેટ પહેરવા કરી અપીલ

New Update
ભરૂચ : શહેરના માર્ગો પર જોવા મળ્યાં “ગાંધીજી”, વાહનચાલકોને હેલમેટ પહેરવા કરી અપીલ

રાજયમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યા બાદ દ્રીચક્રી વાહનચાલકો માટે હેલમેટ પહેરવો ફરજિયાત છે. હેલમેટ વાહનચાલકોની સલામતી માટે અગત્યનો છે ત્યારે ગાંધી જયંતિના દિવસે ભરૂચ શહેરમાં વાહનચાલકોને હેલમેટ પહેરવા અપીલ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં બુધવારે ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીજીની હાજરી જોવા મળી હતી. આ ગાંધીજી અસલી નહી પરંતુ સેવાભાવી સંસ્થાના કાર્યકર હતાં. સેવાકીય ક્ષેત્રમાં કામ કરતી આરસીસી અને જાયન્ટ ગૃપ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીજીની વેશભુષા ધારણ કરી વાહનચાલકોને હેલમેટ ફરજિયાત પહેરવા માટે સમજ આપવામાં આવી હતી. આજે ભારતભરમાં મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જ્યંતી ઉજવવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર દ્વ્રારા ટ્રાફિક નિયમો નું કડક રીતે અમલ થાય અને અકસ્માતો પર અંકુશ મુકાય તેવા પ્રયાસો પણ કરાય રહ્યા છે ત્યારે વાહન ચાલકો હેલ્મેટ પહેરે અને સુરક્ષિત રહે તેવા આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Latest Stories