ભરૂચ શહેરના મોઢ મોદી સમાજ સંચાલિત શ્રી મોઢેશ્વરી સોશ્યલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીંક રોડ સ્થિત મોઢેશ્વરી દેવસ્થાન ખાતે કુળદેવી માતંગી શ્રી મોઢેશ્વરી માતાજીના પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે આરતી બાદ માતાજીની સાલગીરા નિમિતે સમાજના વરિષ્ઠ આગેવાનો દ્વારા કેક કાપવામાં આવી હતી. ત્યારબાદ સાંજે 4 કલાકે લિંક રોડ સ્થિત મોઢેશ્વરી મંદિરેથી 22મી ભવ્ય શોભાયાત્રા યોજાય હતી.
શણગારેલા ભવ્ય રથ ઉપર માતાજીને બિરાજમાન કરી ફુલવર્ષા અને ઢોલ નગારા તેમજ આતશબાજી વચ્ચે શોભાયાત્રા શક્તિનાથ, પાંચબત્તી, સોનેરી મહેલ થઈ દાંડિયા બજાર પહોંચી હતી, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
