ભરૂચ શહેર અને જીલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ બંધ થાય એ માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે જેના ભાગરૂપે ભરુચ સ્પેશયલ ઓપરેશન ગૃપના સભ્યો નર્મદા ચોકડી નજીક પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી વાળી કાર આવતા તેને અટકાવી કારમાં તપાસમાં કરતાં બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59,300ની કિમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્કની ધરપકડ કરી હતી. આરોપી ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલ સહજાનંદ કોમ્પ્લેક્ષનો રહેવાસી છે અને તેણે સુરતના એક ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લીધો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મામલામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: નર્મદા ચોકડી નજીકથી કારની બોનેટમાં સંતાડેલ 5 કીલો ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો, SOGની કાર્યવાહી
બોનેટના ભાગે સંતાડેલ રૂ. 59,300ની કિમતનો 5 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્કની ધરપકડ કરી
