ભરૂચ : વિપક્ષ કોંગ્રેસે આપી શાસકોને ચેલેન્જ, ટુ- વ્હીલર પર શહેરમાં ફરી બતાવો

New Update
ભરૂચ : વિપક્ષ કોંગ્રેસે આપી શાસકોને ચેલેન્જ, ટુ- વ્હીલર પર શહેરમાં ફરી બતાવો

ભરૂચ શહેરમાં દર ચોમાસામાં રસ્તાઓ ઉબડખાબડ બની જતાં હોવાથી લોકો ભારે હાલાકીનો સામનો કરતાં હોય છે. આ વર્ષે પણ રસ્તાઓ ધોવાય જતાં વિપક્ષ કોંગ્રેસે પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો.

ભરૂચમાં ખરાબ રસ્તાઓ બાબતે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિના  પ્રમુખ વિક્કી શોખીની આગેવાનીમાં ગુરૂવારના રોજ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. દર ચોમાસામાં રસ્તાઓ બિસ્માર બની જતાં હોવાથી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત વિપક્ષે પાલિકા સત્તાધીશોને ટુ વ્હીલર પર શહેરમાં ફરવાનો પડકાર ફેંકયો હતો. તેમણે શહેરનો વિકાસ જોવા પાલિકા પ્રમુખને ચશ્મા પણ આપવામાં આવ્યાં હતાં.

ભરૂચ શહેરના રસ્તાઓનું 10 દિવસમાં રીપેરીંગ કરવામાં નહિ આવે તો ખરાબ રસ્તાને જે તે વોર્ડના કાઉન્સીલરનું નામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ પાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાલાએ જણાવ્યું હતું કે, વિપક્ષ પાસે કોઇ મુદ્દો ન હોવાથી ખોટા મુદ્દા ઉભા કરવામાં આવી રહયાં છે.

Latest Stories