શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નેજા હેઠળ તા. 28 મે, શનિવાર 2022ના રોજ બપોરે 3 કલાકે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી ઝાડેશ્વર સ્થિત સાંઈ મંદિરથી પ્રસ્થાન કરી અંકલેશ્વરના ગોકુલ ફાર્મ (યોગી એસ્ટેટ) ખાતે પહોચી સાંજે 6 કલાકે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ અને અંકલેશ્વર ખાતે ક્ષત્રિય સમાજની એકતાનું જિલ્લા સ્તરનું શક્તિ પ્રદર્શન કરવા માટે આવતીકાલે તા. 28 મે, શનિવાર 2022ના આવ્યું છે. દરેક ક્ષેત્રમાં (રાજકીય, વ્યવસાયિક, શેક્ષણિક અને રોજગારીક) સમાજને પ્રતિનિધિત્વ અપાવવું એ દાયિત્વ માની આવનારા દિવસોમાં જ્યાં જ્યાં સમાજનું પ્રભુત્વ છે, ત્યાં ત્યાં સરપંચથી લઇને સાંસદ સુધી પ્રતિનિધિત્વ નક્કી કરવામાં આવશે. આવનારી વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી સમાજના પ્રભુત્વવાળા વિધાનસભાઓમાં સમાજને ઉમેદવારી આપશે તેમની સાથે સમાજ જોડાશે અને ઉમેદવારોને વિજયી બનાવશે. ટિકિટ નહીં મળે તો પણ સમાજના ઉમેદવારને અપક્ષમાં ઉમ્મેદવારી અપાવી વિજયી બનાવવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ભરૂચની સાથે સાથે દર અઠવાડીએ ક્ષત્રિય એકતા મહારેલી અને મહા સંમેલનનું આયોજન થકી સમાજને અધિકાર અપાવવા માટે ગુજરાતના વિવિધ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારતની સ્થાપના માટે અમે 567 રજવાડા સમર્પિત કર્યા અને આજે સમાજને હાંશિયા ઉપર ધકેલી દેવામાં આવ્યા છે, ત્યારે હવે સમાજની એકતા જ સમાજને રજવાડા પાછા અપાવી શકે છે. એટલે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરી, માથાઓ ગણાવી, રોટી વ્યવહાર કરાવી, સમાજમાં પડેલા ફાંટાઓ દૂર કરી, એકબીજાની ટાંગ ખેંચવાનું બંધ કરી સમાજને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરવામાં આવી રહ્યું છે. દરેક ક્ષેત્રમાં સમાજનો સર્વાંગી વિકાસ એ જ ધ્યેય અને એ જ વિકલ્પ સાથે ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી સહિત મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
