ભરૂચ : અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલનું ગૌરવ, JEE-2020ની પરીક્ષામાં 96.42% પ્રાપ્ત કર્યા

0

તાજેતરમાં જ વર્ષ 2020ની JEE એટલે કે, જોઇન્ટ એંટરન્સ એક્ઝામિનેશનનું પરીણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીએ જ્વલંત પરિણામ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

અંકલેશ્વર શહેરના ગાર્ડન સીટીમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થી પોતાની અદમ્ય ઇચ્છા શક્તિથી જ્વલંત સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પી.પી.સવાણી સ્કૂલમાં GSEB વિભાગના અંગ્રેજી મધ્યમમાં ધોરણ 12માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સિંઘ હર્ષેંન્દુએ JEE-2020ની પરીક્ષામાં 96.42% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી પોતાના પરિવાર, પી.પી.સવાણી સ્કૂલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના સ્ટાફ દ્વારા સિંઘ હર્ષેંન્દુને ખૂબ ખૂબ અભિનંદન પાઠવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here