-
ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતે આયોજન
-
પંચાયતી રાજ દિવસની ઉજવણી
-
વિદ્યાર્થી પરિષદની ચૂંટણી યોજાય
-
વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
-
શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાભવન શાળામાં પંચાયતી રાજ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રુંગટા વિદ્યા ભવન શાળામાં પંચાયતી રાજ દિવસના અવસરે વિદ્યાર્થીઓમાં સ્થાનિક સ્વરાજ્ય પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને લોકતંત્રની પ્રક્રિયા અને મતદાનના મહત્વ વિશે પ્રાયોગિક સમજ આપવાનો હતો.આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિઓને પસંદ કર્યા. હેડ બોય, હેડ ગર્લ તેમજ વિવિધ સમિતિઓના ઇન્ચાર્જ જેવા પદો માટે ચૂંટણી યોજાઈ હતી.આ આયોજન દ્વારા શાળાએ એક સકારાત્મક સંદેશ આપ્યો કે આવતીકાલના જવાબદાર નાગરિકો તરીકે વિદ્યાર્થીઓને આજથી જ લોકતંત્રના મૂલ્યો સાથે પરિચિત કરવું અત્યંત આવશ્યક છે.
