Connect Gujarat
Featured

ભરૂચ : ઘરમાં રહેવાને બદલે લોકો નીકળ્યા લટાર મારવા, જુઓ પછી શું થયું

ભરૂચ : ઘરમાં રહેવાને બદલે લોકો નીકળ્યા લટાર મારવા, જુઓ પછી શું થયું
X

ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે હજી પણ કેટલાક લોકો ઘરોમાં રહેવાના બદલે બહાર નીકળી રહયાં છે. ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરતાં 250 જેટલી બાઇક ડીટેઇન કરી છે.

ભારત દેશમાં લોકડાઉનના કારણે લોકોને ઘરોની બહાર નહિ નીકળવા સુચના આપવામાં આવી છે અને લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે કલમ- 144 લાગુ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી લટાર મારવા નીકળી રહયાં છે. લોકો પર અંકુશ રાખવા માટે પોલીસ હવે ડ્રોન કેમેરાની મદદ લઇ રહી છે. પાંચ કરતાં વધારે લોકો એકત્ર થયેલા દેખાય છે ત્યાં પોલીસ પહોંચી તમામ સામે અટકાયતી પગલાં ભરી રહી છે.

પોલીસની કાર્યવાહીના પગલે લોકો હવે ઘરોમાં રહેવાનું પસંદ કરી રહયાં છે. લોક ડાઉનની જાહેરાત બાદ એ ડીવીઝન પોલીસે અત્યાર સુધીમાં 250 જેટલી બાઇક ડીટેઇન કરી છે. આમ આપ જો બાઇક લઇને લટાર મારવાનું વિચારી રહયાં હોય તો ચેતી જજો કારણે પોલીસ હવે આકાશમાંથી પણ તમારા ઉપર ચાંપતી નજર રાખી રહી છે.

Next Story