Connect Gujarat
ગુજરાત

ભરૂચ : પતંગ ભલે ઉડાડો પણ પક્ષીઓનો ખ્યાલ રાખજો, જુઓ કબુતરનું લાઇવ રેસ્કયું

ભરૂચ : પતંગ ભલે ઉડાડો પણ પક્ષીઓનો ખ્યાલ રાખજો, જુઓ કબુતરનું લાઇવ રેસ્કયું
X

ઉત્તરાયણના દિવસે પતંગ ભલે ઉડાવો પણ દોરીથી પક્ષીઓને

ઇજા ન થાય તેનું પણ ધ્યાન રાખજો. દોરીથી પક્ષીઓના કેવા હાલ થાય છે તે અમે તમને

બતાવી રહયાં છે.

ઉત્તરાયણ પહેલા આકાશમાં પતંગો જોવા મળી રહી છે ત્યારે

દોરીથી માનવીઓ તેમજ પક્ષીઓને ઇજા થવાના બનાવો બનવાની શરૂઆત થઇ ચુકી છે. આવો જ બનાવ

ભરૂચ શહેરમાં બન્યો હતો જેમાં એક કબુતર વીજ થાંભલા પર દોરીમાં ફસાય ગયું હતું. આ

કબુતર ઉપર જીવદયાપ્રેમી શૈલેન્દ્રની નજર પડતાં તેઓ સ્થળ પર દોડી ગયાં હતાં અને

તારમાં ફસાયેલાં કબુતરનો જીવ બચાવ્યો હતો. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતી વેળા સવાર

અને સાંજના સમયે આકાશમાં પક્ષીઓની હાજરી હોય ત્યારે તેમને ઇજા ન પહોંચે તેટલી

કાળજી રાખીશું તો કદાચ સાચા અર્થમાં આપણે ઉત્તરાયણની ઉજવણીનો આનંદ માણ્યો તેમ

ગણાશે.

Next Story