/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/00.jpg)
પેરોલ ફર્લો સ્કોડ ભરૂચે સ્ટેનલેસ સ્ટીલના ત્રણ ભુંગળા,કોપરના વાયર તથા તાંબાના તાર સાથે શંકાસ્પદ હાલતમાં એક ઈસમ તથા રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક માસથી પોલીસ ધરપકડીથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ
પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા જણાવેલ. આ બાબતે પોલીસ સ્ટાફના માણસો સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન નંદેલાવ ઓવર બ્રિજ નીચે શાહરુખ અલી અહેમદ અન્સારી ઉં.વ. ૨૧ હાલ રહે; અજીમનગર, નંદેલાવ, ભરૂચ પાસેથી સ્ટેનલેસ સ્ટીલ (S.S.)ના ભુંગળા નંગ ૩ તથા બે મીણીયા કોથળા જેમાં એક થેલામાં કોપરના તાર તથા વાયરો મળી કુલ કિંમત રૂપિયા ૧૫,૨૦૦/-નો મુદ્દામાલ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મળી આવ્યો હતો. આ બાબતે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ મુદ્દામાલ જપ્ત કરી આરોપીની ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી હતી.
ભરૂચ જિલ્લામાં નાસતા ફરતાં તથા પકડવાના બાકી પડતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ સ્ટાફ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમિયાન ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની વિવિધ કલમો પૈકી ગુન્હાના કામે પકડવાના બાકી આરોપી રમેશ રામનગીના ચૌહાણ ઉં.વ. ૪૩ રહે; કામધેનું રો હાઉસ, ભોલાવ, ભરૂચનાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) એ મુજબ ધરપકડ કરી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને આગળની કાનૂની કાર્યવાહી કરવા માટે સુપ્રત કરવામાં આવેલ છે.