/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-110.jpg)
જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ મતદાન કેન્દ્રની લીધેલી મુલાકાત
લોકસભા ચુંટણી ૨૦૧૯ના પડધમ વાગી રહ્યા છે. એક તરફ ઉમેદવારો પોતાના ચુંટણી પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ઠેર-ઠેર સભાઓ ગાજી રહી છે.
ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે હેતુસર ફરજ ઉપર તૈનાત રહેનાર સરકારી કર્મચારીઓમાં પોલીસકર્મીઓ ચુંટણી બંદોબસ્તમાં વ્યસ્ત બનનારા હોઇ તેમનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર ચુંટણી અગાઉ ખાસ તેમના માટે વોટીંગ કરવા ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટલ બેલેટથી પોલીસક્રર્મી સહિત હોમગાર્ડ જવાનોએમળી કુલ ૬ હજાર જેટલા સરકારી કર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.
૨૨-ભરૂચ સંસદીય મતદાર વિભાગની ચૂંટણીનું મતદાન તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ થનાર છે જેમાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓ પણ લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા નિર્ણય કર્યો છે. ત્યારે આજ રોજ જિલ્લા પોલીસ હેડકવાર્ટર - ભરૂચ ખાતે ઉભા કરાયેલા મતદાન કેન્દ્ર ખાતે પોલીસ/હોમગાર્ડ અને જીઆરડી - એસઆરડી વિભાગના અધિકારી/કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન ર્ક્યુ હતું. જિલ્લા કલેક્ટરશ્રી રવિકુમાર અરોરાએ મતદાન કેન્દ્રની મુલાકાત લીધી હતી.
તે જ રીતે આવતીકાલે તા.૧૪/૦૪/૨૦૧૯ ને સવારે ૦૯:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી નગરપાલિકા ટાઉનહોલ, જીનવાલા હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં અંકલેશ્વર ખાતે, તા.૧૫/૦૪/૨૦૧૯ ના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી મીટીંગ હોલ, તાલુકા પંચાયત કચેરી, નવુભવન જંબુસર ખાતે પોલીસ હોમગાર્ડ, જી.આર.ડી./એસ.આર.ડી.ના અધિકારી/કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા વ્યવસ્થા રાખેલ છે. અને તા.૧૬/૦૪/૨૦૧૯ ને સવારે ૦૯:૦૦ થી ૧૫:૦૦ કલાક સુધી એસ.આર.પી.એફ. રૂપનગર વાલીયા ખાતે એસ.આર.પી. માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા વ્યવસ્થા રાખેલ છે. તેમ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવાયું છે.