આચાર સંહિતા લાગુ થતાંજ શહેરમાં લાગેલ વિવિધ રાજકિય પક્ષોના હોર્ડીંગો, લખાણો દુર કરાયા

New Update
આચાર સંહિતા લાગુ થતાંજ શહેરમાં લાગેલ વિવિધ રાજકિય પક્ષોના હોર્ડીંગો, લખાણો દુર કરાયા

લોકસભા ચુંટણીને લઈ છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં રાજકિય ગતીવિધિમાં વેગ આવ્યો હતો. કેટલાક સ્થાનો પર રાજકીય પક્ષોની જાહેરાત માટે દિવાલો પણ ચીતરવામાં આવી હતી. ત્યારે ઇલેક્શન કમિશન દ્વારા લોકસભાચૂંટણી ની જાહેરાત સાથે જ સમગ્ર દેશ માં આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. ત્યારે આ અનુસંધાનમાં ભરૂચ જીલ્લામાં વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા લગાડવામાં આવેલ બેનર અને હોર્ડીંગ્સ વગેરે દૂર કરવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે.

આદર્શ આચાર સંહિતા લાગુ પડતા જ ભરૂચ નગર પાલિકાએ તત્કાલીન ધોરણે બેનર અનેહોર્ડીંગ્સ ઉતારવાની કામગીરી શરૂ કરી છે.તો બીજી તરફ દિવાલો ઉપર પણ રાજકિય પક્ષોની જાહેરાતો પર ચૂનો ચોપડવાનું કાર્ય પણ આરંભાયુ છે.

ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ થી 19 મે સુધી 7 તબક્કામાં ચૂંટણી કાર્યક્રમ યોજાશે અને 23મી મે ના રોજ ચૂંટણી પરિણામો સામે આવી જશે.

Latest Stories