ભરૂચ : કવીન ઓફ એન્જલ શાળામાં મચી ગયો હોબાળો, પોલીસને પણ દોડવું પડયું

0
123

ભરૂચની કવીન ઓફ એન્જલ સ્કુલના સંચાલકોએ રીઝલ્ટ લેવા આવેલાં વાલીઓ પાસે ફીની માંગણી કરી હોવાના આક્ષેપો થઇ રહયાં છે. ફીના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવી દેતાં પોલીસને જાણ કરાય હતી.

કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહયું છે અને માર્ચ મહિનાથી શાળા, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને હાલ ઓનલાઇન રીતે શિક્ષણ આપવામાં આવી રહયું છે. લોકડાઉનના કારણે શાળાઓમાં ફી માફ કરવા માટે વાલીઓ માંગ કરી રહયાં છે તેવામાં ભરૂચના વડદલા ખાતે આવેલી કવીન ઓફ એન્જલ શાળાના સંચાલકોએ ફીની માંગણી કરી હોવાના આક્ષેપ વાલીઓએ કર્યા છે.

બુધવારના રોજ વાલીઓ રીઝલ્ટ લેવા માટે પહોંચ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. વાલીઓએ શાળા પરિસરમાં હોબાળો મચાવવાની શરૂઆત કરી દેતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં એનએસયુઆઇના આગેવાનોની સાથે સી ડીવીઝન પોલીસનો કાફલો પણ શાળા ખાતે દોડી ગયો હતો. હવે સાંભળીએ એનએસયુઆઇના આગેવાનો, વાલીઓ અને શાળા સંચાલકો સમગ્ર ઘટના અંગે શું કહી રહયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here