Connect Gujarat
Featured

ભરૂચ : લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, આકારા બફારાથી લોકોને રાહત

ભરૂચ : લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, આકારા બફારાથી લોકોને રાહત
X

ભરૂચ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ સોમવારના રોજ વરસાદનું આગમન થયું હતું. વરસાદના કારણે ઉકળાટ અને બફારાથી લોકોને રાહત સાંપડી હતી.

અષાઢ મહિનાની શરૂઆત થઇ ચુકી હોવા છતાં મેહુલિયો મન મુકીને વરસી રહયો ન હોવાથી વાતાવરણમાં બફારો અને ઉકળાટ જોવા મળી રહયો છે. છેલ્લા ઘણા દિવસોથી આકાશમાં વાદળો તો બંધાય છે પણ વરસાદ વરસતો નથી. સોમવારના રોજ આખરે આકાશી જળ વરસ્યું હતું. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રીથી ખુશહાલી જોવા મળી હતી.

લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળ્યો હતો જયારે ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો હતો. સોમવારના રોજ ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો. કયાંક ધીમી ધારે તો કયાંક ઝાપટા સ્વરૂપે વરસાદે હાજરી નોંધાવી હતી. ભરૂચ શહેરમાં વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. છત્રી અને રેઇનકોટ વિના ઘરેથી નીકળેલાં લોકો વરસાદથી બચવા માટે વૃક્ષો કે અન્ય સ્થળોએ આશરો લેતાં નજરે પડયાં હતાં.

Next Story