New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-66.jpg)
રાજસ્થાનના કુશલગઢ અને અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં નાસતા ફરતા આરોપીને દહેજ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી છે. કુશલગઢમાં દુષ્કર્મ આચરીને આરોપી ભુરસિંગ લાલસિંગ દેવધા અમદાવાદ ભાગી આવ્યો હતો. જયાં અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. બે દુષ્કર્મ કરી ફરાર થઇ ગયેલો આરોપી દહેજમાં હોવાની બાતમી પોલીસને મળી હતી. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસની ટીમે કુશલગઢ અને નારોલ પોલીસ સાથે સંકલનમાં રહી આરોપીનું લોકેશન દહેજમાં એસબીઆઇ બેંકની પાછળ બંધાતી નવી બિલ્ડીંગ પાછળ શોધી કાઢયું હતું. દહેજ પોલીસે સ્થળ પર છાપો મારી આરોપીને ઝડપી પાડયો છે. દહેજના પીએસઆઇ રાજપુત તથા તેમની ટીમે સફળ કામગીરી બજાવી હતી.
Latest Stories