ભરૂચ: પંચવટી સોસાયટીમાં રૂ.16 લાખના ખર્ચે માર્ગનું નવીનીકરણ, MLAના હસ્તે લોકાર્પણ
ભરૂચના લિન્ક રોડ પર આવેલ પંચવટી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં 16 લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી.રોડનું MLA રમેશ મિસ્ત્રીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું ગુજરાત, સમાચાર, Featured
છેલ્લા ઘણા સમય ભરૂચના લિન્ક રોડ ઉપર આવેલ પંચવટી કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બિસ્માર માર્ગને પગલે સ્થાનિકો દ્વારા નગર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 16 લાખના ખર્ચે આર.સી.સી.માર્ગ બનાવવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિકોના સ્વખર્ચે પેવર બ્લોક ફીટ કરાવવામાં આવ્યા હતા.જે આર.સી.સી.રોડનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ,ભાજપના નિરલ પટેલ અને સ્થાનિક નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
