-
ભરૂચના આમોદનો બનાવ
-
ગટર ઉભરાતા સમસ્યા
-
ગંદુ પાણી માર્ગ પર વહ્યું
-
સ્થાનિકો ત્રાહિમામ
-
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચના આમોદના વિવિધ વિસ્તારોમાં ગટરનું દૂષિત પાણી મુખ્યમાર્ગો પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
ભરૂચના આમોદ શહેરના વાંટા વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે ગટરનું ગંદુ પાણી છેલ્લા ત્રણ મહિનાથી રસ્તા પર વહેતા સ્થાનિક રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વોર્ડ નંબર 1, 2 અને 5 ના વિસ્તારોમાં ગટર એક કિલોમીટર સુધી ઉભરાઈ રહી છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.આ પરિસ્થિતિને કારણે મચ્છરોના ઉપદ્રવમાં વધારો થયો છે અને લોકોમાં વિવિધ બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે. બાળકોને શાળા જવા માટે ગંદકીમાંથી પસાર થવું પડે છે, જ્યારે જૈન દેરાસર, મસ્જિદ, મંદિર અને કોર્ટ તરફ જતો મુખ્ય માર્ગ પણ ગટરનાં પાણીથી પ્રભાવિત થયો છે. મહત્વની બાબત એ છે કે આ માર્ગ પાંચથી છ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે છતાં તંત્ર દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
