ભરૂચ : શાળાઓમાં ધોરણ 9 થી 11 સુધીના વર્ગોનો થયો પ્રારંભ, જુઓ શાળાઓમાં કેવો હતો માહોલ

0

રાજયમાં એક તરફ કોરોના વેકસીનેશનની કાર્યવાહી ચાલી રહી છે તો બીજી તરફ સરકારે શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો તેમજ ટયુશન કલાસીસ ચલાવવાની મંજુરી આપી દીધી છે. આજે સોમવારના રોજ કોરોના ગાઇડલાઇનના પાલનની સાથે શાળાઓમાં શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. એક બેન્ચીસ ઉપર માત્ર બે વિદ્યાર્થીઓને બેસાડી સોશીયલ ડીસ્ટન્સીંગનો અમલ કરાયો હતો.

દેશ તથા રાજયમાં કોરોના વાયરસનો કહેર ઓછો થઇ રહયો છે ત્યારે હવે જનજીવનની ગાડી સંપુર્ણપણે પાટા ઉપર આવી જાય તેવા પ્રયાસો ચાલી રહયાં છે. રાજય સરકારે અગાઉ શાળાઓમાં ધોરણ -10 અને 12ના વર્ગો ચાલુ કરવાની મંજુરી આપી હતી. હવે આજે સોમવારના રોજથી ધોરણ 9 અને 11ના વર્ગો ચાલુ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત માર્ચ મહિનાથી બંધ કરવામાં આવેલાં ટયુશન કલાસીસ પણ હવે શરૂ કરી શકાશે. કોરોના વાયરસના કારણે ચાલેલા લોકડાઉન અને અનલોકના સમયમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું હતું પણ હવે વિદ્યાર્થીઓ શાળાઓમાં જઇ શિક્ષણ મેળવી શકશે.

ભરૂચ શહેર તેમજ જિલ્લામાં આવેલી શાળાઓમાં પણ નિયમોના પાલન સાથે ધોરણ -9 અને 11માં શિક્ષણકાર્ય શરૂ કરાયું છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ઓનલાઇન કરતા ઓફલાઇન ભણાવવામાં આવે છે તો અમને મજા આવે છે. ઓનલાઇનમાં નેટવર્કનો પ્રોબ્લેમ હોય તો સરખી રીતે ભણી પણ શકતા નહોતા. સરને કોઇ પ્રશ્ન પૂછવો હોય તો નેટના પ્રોબ્લેમને કારણે સરખું સમજાતું નહોતું. શાળાઓએ વિદ્યાર્થીઓની સલામતી માટે પુરતાં પગલાં ભર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here