Connect Gujarat
ગુજરાત

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સુવાવડ માટે દાખલ માતા અને બાળક્ના મોત થી પરિવારનો હોબાળો!

ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સુવાવડ માટે દાખલ માતા અને બાળક્ના મોત થી પરિવારનો હોબાળો!
X

  • જયાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાસ નહીં ઉઠાવીએ : સ્નેહી

  • પરિવારે તબીબની બેદરકારી ગણાવી પોલીસ ફરીયાદ કરવાની કવાયત હાથ ધરી

ભરૂચની સેવાશ્રમ હોસ્પીટલ ખાતે સુવાવડ માટે દાખલ કરાયેલ મહિલા અને તેના બાળકના મોતના પગલે તબીબની બેદરકારી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

ઘટનાની મળતી વિગત અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સુવા ગામે રહેતા રેશ્માબેન મહેન્દ્રભાઇ ગોહીલ(ઉ.વર્ષ.૨૧) ભરૂચ સેવાશ્રમ હોસ્પીટલ ખાતે સુવાવડ અર્થે દાખલ કરાયા હતા. પરિવારજનોના કહેવા મુજબ રેશ્મા ગોહિલને દાખલ કરાયા બાદ નોર્મલ ડિલેવરી થઈ હતી. પરંતુ અહીંના તબીબોએ અમોએ તેને મળવા પ્રયત્ન કરવા છતાં રેશ્માને મળવા ન દીધા હતા અને તેને ICUમાં બધુ બરાબર છે કહી લઈ ગયા હતા. બાદમાં રેશ્માનું બાળક મરી ગયાનું જણાવ્યું અને ઘટનાના ૨ થી ૩ કલાક બાદ રેશ્માનું મોત થયાનું જાણવા મળતાજ પરિવારે તબીબની ભૂલના કારણે રેશમા અને તેના બાળકનું મોત થયાના આક્ષેપો સાથે ભરૂચ સેવાશ્રમ હોસ્પીટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

ઘટના અંગે ત્યાંના તબીબો રેશ્માના પરિવારે કરેલા આક્ષેપોને નકારતા પરિવારજ્નોએ પતબીબબી બેદરકારી ના પગલે જ માતા-બાળક બંન્નેવના મોત નીપજ્યા છેનું જણવી તેમના વિરૂધ પોલીસ ફરિયાદ કરવા કવાયત હાથ ધરવા સાથે જયાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો રેશ્માની લાસ નહીં ઉઠાવીએનું સ્વજનોએ જણાવ્યું હતું.તેમના આક્રંદે સમગ્ર સેવાશ્રામ હોસ્પીટલમાં શોક છવાયો હતો.

Next Story