જંબુસરના ડાભા સર્કલ નજીક એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે તથા અન્ય વિગતો એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.જંબુસર પોલીસએ મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધ્યો નથી, પરંતુ તમામ દિશાઓમાં તપાસ ચાલુ છે.
ભરૂચ: જંબુસરમાં અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવતા ચકચાર,પોલીસે તપાસ આદરી
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર |
