/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/WhatsApp-Image-2019-03-10-at-12.25.15-PM-2.jpeg)
ભરૂચ સિવિલ રોડ સ્થીત સી.એમ. પાર્ટી પ્લોટ ખાતે વૈષ્ણવ સમાજ દ્વારા ફૂલફાગ મહા મહોત્સવ રસિયા યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઇ આગામી હોળી પર્વ અનુલક્ષીને ફૂલોની હોલી સાથે રસિયા-નૃત્ય પર ઝૂમ્યા હતા.
ભરૂચની ધર્મપ્રેમી જનતા માટે શ્રીજી મંદિર દ્વારા ‘ફુલફાગ મહા-મહોત્સવ’ ‘રસિયા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજ બિરાજ્યા હતા. રસીયામાં વ્રજની ભાષાના ગીત પર રસિયા-નૃત્ય કરવામાં આવ્યું હતું જે નૃત્ય એ ભરૂચના ૫૦૦ થી વધુ વૈષ્ણવોના આનંદ માં અનેરો ઉત્સાહ વધાર્યો હતો. રસીયામાં કિર્તનકાર મિતેશ ગાંધર્વ અને તેમના કલાવૃંદ તથા ભરૂચના દીપક ભટ્ટ અને દિપેના સોનીના કલાવૃંદે રજઝટા બોલાવી સૌને રસતરબોળ કર્યા હતા. અંતમાં પૂજ્ય પૂજય દ્વારકેશલાલજી મહારાજ દ્વારા વચનામૃત પણ સંભાળાવાયું હતું.