ઝઘડિયાની રેવા રેસિડેન્સીમાં રહેતા ચંન્દ્રીકાબેન પોતાના પરિવાર સાથે તા ૦૫-૧૦- ૨૦૨૧ના રોજ મકાન બંધ કરી રાજપીપળા ગયા હતા એ દરમ્યાન અજાણ્યા ઇસમો તેમના મકાનમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમની તિજોરીનું તાળું તોડી અંદરથી સોના ચાંદી દાગીના અને લેપટોપ મળી રૂપિયા 6 લાખથી વધુની કિમતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઝઘડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે