ભરૂચ : રાજપારડીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ ૧,૧૫,૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર

New Update
ભરૂચ : રાજપારડીમાં એક બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, સોના-ચાંદીના દાગીના  મળી કુલ ૧,૧૫,૫૦૦ની મત્તાની ચોરી કરી ફરાર

મળતી માહિતી અનુશાર ભરૂચ જિલ્લાના રાજપારડીના અક્કલ ટેકરી વિસ્તારમાં આવેલ મકાનનો દરવાજો લાકડાનો હોય જે વરસાદના કારણે ફુલી જતા અંદરથી બંધ ન થતો હતો. આથી દરવાજો ખુલ્લો રહ્યો હતો. જેથી ગત મોડી રાત્રિએ કોઈ અજાણ્યા ચોર ઈસમે દરવાજો ખોલી ઘરમા પ્રવેસકરી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ મળી કુલ ૧,૧૫,૫૦૦ ની મતાની ચોરી કરી ફરાય થયો હતો.

publive-image

રાજપારડી પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગત રાત્રી દરમિયાન અક્કલ ટેકરી વિસ્તારમાં આવેલ મકાનમાં બધાં સુતા હતાં તે સમયે મોડી રાત્રે એક ઈસમે ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલા સ્ટીલના ડબ્બામાં મુકેલી સોનાની ચેન જેની કિંમત રૂપિયા 40,000 હજાર, સોનાની વીટી નંગ 3 જેની કિંમત રૂપિયા 38,000 હજાર, સોનાની બુટ્ટી નંગ 3 જેની કિંમત રૂપિયા 18,000 હજાર, સોનાનું પેન્ડલ નંગ 1 જેની કિંમત રૂપિયા 4,000 હજાર, પગના અંગૂઠાનો વેણ નંગ 1 કિંમત રૂપિયા 1,500 , પ્લાસ્ટિકની બંગડી જેના પર સોનાનો વર્ક ચડાવેલું નંગ 1 કિંમત રૂપિયા 7000 હજાર, ચાંદીના સિક્કા નંગ 2 કિંમત રૂપિયા 2000 હજાર તથા એક રેડમી કંપનીનો મોબાઇલ કિંમત રૂપિયા 5,000 હજાર મળી કુલ રૂપિયા 1,15,500  લાખોના મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરમાથી નિકળી ગયો હતો. તે વેળા પર મકાન માલિકની આંખ ખૂલી જતા તેને ઘરનો દાદર ઉતરતા કોઈ ઇસમને જોયો હતો.  ઘરમા હાજર સાસુ સસરાને ઉઠાડવા જતા ચોર ઈસમ ભાગી ગયો હતો.

આ બનાવ અંગે રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે. ગુજરાત સહિત 13 રાજ્યો

New Update
rain in mumbai

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલ, રવિવાર (22 જૂન) માટે દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જારી કરી છે.

 ખાસ કરીને, ગુજરાત સહિત 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ, આવતીકાલે મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દક્ષિણ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, આસામ અને મેઘાલય માં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં જળભરાવ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને વાહનવ્યવહારને અસર થવાની શક્યતા છે.

ઉપરોક્ત રાજ્યો ઉપરાંત, હવામાન વિભાગે અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળ માં પણ ભારે વરસાદની આગાહી જારી કરી છે. આ રાજ્યોમાં પણ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગ દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે.

ચોમાસાની આ ગતિવિધિને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવી છે.