ભરૂચ: SOGએ જંબુસરમાંથી રૂ.1.34 લાખના ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા “No Drugs in Bharuch Campaign” અંતર્ગત પોલીસને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી. ભરૂચની ટીમે ૨ કિલો ૧૦૫ ગ્રામ ગાંજો અને રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. સમાચાર
એસ.ઓ.જી. ભરૂચની ટીમે ૨ કિલો ૧૦૫ ગ્રામ ગાંજો અને રોકડ રકમ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.એસ.ઓ.જી.ની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે જાંબુસરમાંથી સલીમ આદમ પટેલ (રહે. તલાવપુરા, ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમ્યાન તેના કબજામાંથી ૨ કિલો ૧૦૫ ગ્રામ ગાંજો (કિંમત રૂ. ૧,૩૪,૨૫૦), મોબાઇલ ફોન (રૂ. ૩,૫૦૦) અને રોકડ રૂ. ૩,૮૦૦ મળી કુલ રૂ. ૧,૩૬,૫૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
