• ધોરણ 10 બોર્ડનું પરિણામ થયું જાહેર

  • ભરૂચની વિદ્યાર્થીની અનોખી સિદ્ધિ

  • બ્લાઇન્ડનેસને હરાવી મેળવી સફળતા

  • 10 બોર્ડમાં હાંસલ 95.67 ટકા પ્રાપ્ત

  • શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા

ભરૂચની પ્રજ્ઞાચક્ષુ કાવ્યાએ માત્ર 10 ટકા વિઝન સાથે ધોરણ 10 માં 95.67 ટકા મેળવી હવે આગળ IAS બનવાનું સ્વપ્ન સેવ્યું છે.
જો મનોબળ મજબૂત હોય તો કોઈપણ શારીરિક, માનસિક કે આર્થિક નિર્બળતા બાધ આવતી નથી. આજ કહેવતને ભરૂચની કાવ્યાએ ચરિતાર્થ કરી ધોરણ 10 ની પરીક્ષામાં 97.67 ટકા સાથે અન્યો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.આજે ધોરણ 10 SSC બોર્ડનું પરિણામ જાહેર થયું. ભરૂચની નારાયણ વિધાયલયમાંથી પરીક્ષા આપનાર કાવ્યા માતા સાથે રીક્ષામાં બેસી પરિણામ લેવા આવી હતી.કાવ્યામાં અનેરો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તેના ચહેરા પરથી છલકતો હતો. જોકે રિક્ષામાંથી ઉતરતા જ માતાનો હાથ પકડી આગળ ડગ માંડતા ઉપસ્થિત સૌકોઈ અચરજમાં પડી ગયા હતા.કાવ્યા કિશનભાઈ ફરસરામ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓ જમણી આંખે માત્ર 10 ટકા જ વિઝીબિલિટી ધરાવે છે. એટલે કે તેઓ 90 ટકા બ્લાઇન્ડ છે. નાનપણમાં કાવ્યાને માત્ર 10 ટકા જોઈ શકવાની ક્ષમતાને લઈ અભ્યાસમાં અનેક તકલીફો પડતી હતી. જોકે તેણે હિંમત હાર્યા વગર તેનો રસ્તો શોધી કાઢી, તેની આ નબળાઈને તેની તાકાતમાં પરિવર્તિત કરી દીધી અને આજે પરિણામ સમગ્ર ભરૂચ જિલ્લો જોઈ શકે છે.
કાવ્યાના આ ઉત્કૃષ્ટ રીઝલ્ટથી પરિજનો ગદગદ થઈ જવા સાથે શાળાના ડિરેકટર ડો. ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય અને સ્ટાફ પણ ગર્વ અનુભવી રહ્યો છે. તેને ધોરણ 10 માં 99.50 પર્સન્ટાઇલ મેળવ્યા છે. તો સામાજિક વિજ્ઞાનમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. લાહિયાની મદદથી પરીક્ષા આપી પ્રજ્ઞાચક્ષુ કાવ્યએ હાંસલ કરેલી આ અસાધારણ સિદ્ધિમાં હવે આગળ કાવ્યા કોમર્સ સ્નાતક થવા માંગે છે. આટલેથી તેની મહત્વકાંક્ષા અને સ્વપ્ન અટકતા નથી UPSC ની પરીક્ષા આપી IAS બનવાનું તેનું સ્વપ્નું છે.આ સાથે જ લોકોમોટીવ ડીસએબીલીટી ધરાવતી અન્ય એક દીકરી ગ્રીસ્મા માછીએ પણ ધોરણ 10 બોર્ડમાં 90.67 ટકા પ્રાપ્ત કર્યા છે.બન્ને દીકરીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે