New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/Untitled-1-copy-6.jpg)
ભરૂચ તાલુકાના શૂકલતીર્થ ખાતે નિઝામા સમાજ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
આ ઉદ્ઘાટનના મુખ્ય મહેમાન પદે ખેડૂત આગેવાન જયેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે અંગારેશ્વર અને કોસંમડી ગામની ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાડાઇ હતી. તેમા અંગારેશ્વર ટીમ કમલેશભાઈ માછીની આગેવાની હેઠળ ઉતારવામાં આવેલ ટીમનો ભવ્ય વિજય થયો હતો. કિરણ કપ્તાન દ્વારા છગ્ગાના રનનો વરસાદ વરસાવી ટીમને વિજેતા બનાવી હતી. જયારે અંગારેશ્વર ટીમ માંથી વિજય પરમાર અને મુકેશ પરમાર દ્વારા શાનદાર બોલીંગ પ્રદર્શન કરી કોસમડી ટીમને પરાજય કરી હતી. તેમને પ્રોત્સાહિત કરવા ગામના વરિષ્ઠ આગેવાન મહેશભાઈ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories